Gujarat

હોસ્પિટલમાં જ સિનિયર નર્સનો ફોર્માલિન પી આપઘાત

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી જનની ગાયનેક હોસ્પિટલમાં સિનિયર નર્સે આપઘાત કરી લીધો હતો. ડ્યુટીનો સમય તૈયાર કરવા બાબતે સાથી મિત્ર સાથે ઝગડો થતા હેડ નર્સે ઓપરેશન થિયેટરમાં જઈને ફોર્મોલીન નામનું કેમિકલ પી આપઘાત કરી લીધો હતો. હેડ નર્સના આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

પતિનું અવસાન અને એકની એક પુત્રી સાથે રહેતા હતા મળતી માહિતી પ્રમાણે, સુરતના પાલ વિસ્તારમાં સુડા આવાસમાં 45 વર્ષીય અમિષાબેન હેમંતભાઈ શર્મા એક પુત્રી સાથે રહેતી હતી. અમિષાબેનના પતિનું અવસાન થઈ ગયું છે.

જ્યાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી રાંદેર મોરા ભાગળ ખાતે આવેલ જનની ગાયનેક હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં હેડ નર્સ તરીકે નોકરી કરતા હતા. આ સાથે હોસ્પિટલના અન્ય સ્ટાફને ક્યારે કઈ ડ્યુટી આપવી તે ડ્યુટીની લિસ્ટ પણ તે જ બનાવતા હતા.

ઝઘડાનું માઠું લગાવી ફોર્માલિન પી લીધું અમિષાબેને ડ્યુટીની લિસ્ટ બનાવી હતી. જેમાં અમિષાબેને ડ્યુટી બરાબર નહીં બનાવી હોવાની વાતથી તેના ઇન્ટર સ્ટાફ સાથે ઝઘડો થયો હતો. તે વાતનું માઠું લાગી આવતા અમિષાબેને ઓપરેશન થિયેટરમાં જઈને ફોર્માલિન નામનું કેમિકલ પી લીધું હતું.

અમિષાબેને કેમિકલ પીધા બાદ બહાર આવીને મેડિકલ પાસે અન્ય સ્ટાફ પર ખાલી બોટલ ફેંકી હતી. જેથી સ્ટાફને બનાવની જાણ થતા તેને તત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.