,ઉતરાખંડ
ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી તરફથી રમતો ઋષભ પંત મૂળ ઉત્તરાખંડના રૂરકી શહેરનો છે. રિષભ પંતનો જન્મ હરિદ્વારમાં થયો હતો, ત્યારપછી તે ક્રિકેટ કોચિંગ માટે દિલ્હી આવવા લાગ્યો અને પછી દિલ્હીની ટીમમાંથી તેણે પોતાની ક્રિકેટ કારકિર્દી આગળ ધપાવી. અહીંથી પંતને ફરીથી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી. ધોનીના રીટાયર્ડમેન્ટ બાદ ટીમ ઈન્ડિયામાં રિષભ પંતને તેનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. રિષભ પંતે વર્ષ ૨૦૧૭માં ્૨૦ ઈન્ટરનેશનલ અને ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં ટેસ્ટ અને ર્ંડ્ઢૈંમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી ૨૫ ટેસ્ટ, ૧૮ ર્ંડ્ઢૈં અને ૪૧ ્૨૦ મેચ રમી છે. રિષભ પંત હાલમાં ટીમ ઈન્ડિયા સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં તે ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહ્યો છે.ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં રિષભે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે નંબર વન વિકેટકીપર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. પંતની કારકિર્દી નાની ઉંમરે પણ તેજ કરી રહી છે અને હવે તેની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા રિષભ પંતને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ રવિવારે ટ્વીટ કરીને આની જાહેરાત કરી હતી. ધામીએ ટ્વીટમાં લખ્યું હતું કે, “ભારતના શ્રેષ્ઠ ક્રિકેટ ખેલાડીઓમાંના એક, યુવાનોમાં લોકપ્રિય અને ઉત્તરાખંડના લાલ શ્રી રિષભ પંત, અમારી સરકારે રાજ્યના યુવાનોને રમતગમત અને જાહેર આરોગ્ય પ્રત્યે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય રૂપે તમને ‘રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર’ તરીકે નિયુક્ત કર્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રિષભ પંત સાથે વીડિયો કોલ પર વાત કરી અને તેમની તબિયત વિશે જાણકારી મેળવી હતી. જે બાદ સીએમ ધામીએ એ પણ પૂછ્યું કે તેઓ ઉત્તરાખંડ ક્યારે આવશે. પુષ્કર સિંહ ધામીએ આ વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જે વાયરલ થયો હતો.
