આસિસ્ટન્ટ કમિશનર એસ. કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટા સામે સરકાર અને વિભાગની લાલ આંખ
ફરજમાં બેદરકારી દાખવવાના મામલે ગુજરાત સરકાર અને વિભાગ દ્વારા જામનગરના જીય્જી્ વિભાગના બે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ કમિશનર એસ. કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, જામનગરની કેટલીક પેઢીઓને નોટિસ આપવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં કસૂર કરવા તેમજ ફરજ નિભાવવામાં ગંભીર બેદરકારી દાખવવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરાયા બાદ પ્રાથમિક રીતે અધિકારીઓની જવાબદારી નક્કી થતાં સસ્પેન્શનનો ર્નિણય લેવામાં આવ્યો છે. વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર શાસન દ્વારા કરવેરા વસૂલાત અને કાર્યવાહી પ્રક્રિયામાં પારદર્શિતા અને શિસ્ત જાળવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરવામાં મદદગારી અથવા તેનાથી સંબંધિત નાણાકીય ગેરરીતિની આશંકા હતી. તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન અને ‘ફેક ઇન્વોઇસિંગ‘ (બોગસ બિલિંગ) કૌભાંડની તપાસ દરમિયાન આ અધિકારીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. ગુજરાત સરકાર અને વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પસાર કરીને તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેમને હેડક્વાર્ટર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને એક ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

