ગજબનું ષડ્યંત્ર રચી એક ચાવીથી ખેલ પાડી દીધો
મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા હાઇવે પાસે ડિસેન્ટ હોટેલ પાછળ ખોડિયાર એસ્ટેટના ગોડાઉનમાં મુકેલા ૩ કરોડના જીરાની ચોરી અજાણ્યા તસ્કરોએ કરી હતી. ૧૨ ડિસેમ્બર ૨૦૨૫થી ૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન આ ચોરી ની ઘટના બની હતી. વેપારી રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના વેરહાઉસ નંબર ૧૩,૧૪ અને ૧૫ના તાળા ખોલી તસ્કરોએ રાત્રિના અંધારામાં હજારોની સંખ્યામાં જીરાની બોરીઓ ટ્રક મારફતે સાફ કરી દીધી ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એશિયાના સૌથી મોટા ગંજ બજાર ગણાતા ઊંઝામાં થયેલી રૂ ૩.૦૨ કરોડના જીરાની ચોરીનો મામલો હવે ફિલ્મી સ્ક્રિપ્ટ જેવો વળાંક લઈ રહ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ચોરી પાછળ કોઈ સામાન્ય તસ્કરો નહીં પરંતુ હાઈકોર્ટના વકીલ, દિલ્હીના ડુપ્લીકેટ ચાવી બનાવવાના એક્સપર્ટ અને રીઢા ગુનેગારોની એક ગેંગ હોવાનું મહેસાણા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી લાખોની રોકડ સહિત કુલ રૂ ૫૮.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરીનું આયોજન અત્યંત શાતિર રીતે કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં રહેતા વોન્ટેડ આરોપી ઈમરાન જમીલે પાટણના અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ ઈકરામ મેમણનો સંપર્ક કર્યો હતો. ઈમરાનને ઉનાવા પાસેના ખોડીયાર એસ્ટેટના ગોડાઉનમાં રહેલા જીરાના જથ્થાની સચોટ માહિતી હતી.
વકીલ ઈકરામનું કામ ચોરી કરવા માટે સ્થાનિક સ્તરે મજબૂત ટોળકી તૈયાર કરવાનું હતું. આ માટે તેણે સાદીક મેમણનો સંપર્ક કર્યો. જે અગાઉ બળાત્કારના ગુનામાં સંડોવાયેલો હતો અને હાઈકોર્ટમાં કામકાજ અર્થે આવતો હોવાથી વકીલના સંપર્કમાં હતો. આ રીતે કાયદાનો જાણકાર જ આ ચોરીનો માસ્ટરમાઇન્ડ બન્યો હતો.
ચોરી કરવા માટે આરોપી ઈમરાન જમીલે જે ચાવી બનાવવાનો એક્સપર્ટ છે. ગોડાઉનના તાળા જાેઈ તેની ડુપ્લીકેટ ચાવીઓ તૈયાર કરી હતી. સ્થાનિક મદદ માટે આરોપી ગૌરવ પટેલને સામેલ કરાયો હતો, જેનું કામ પોલીસ કે અન્ય કોઈ હિલચાલ પર નજર રાખી ગેંગને સાવચેત કરવાનું હતું. ગત ૧૨ ડિસેમ્બર ૨૦૨૫થી ૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન રાત્રિના સમયે ડુપ્લીકેટ ચાવીથી તાળા ખોલી, મજૂરો અને ટ્રકો લાવીને ૮ થી ૧૦ ફેરા કરીને કરોડોનું જીરું સાફ કરવામાં આવ્યું હતું. ચોરી કર્યા બાદ આરોપી વજાહત ખાન અને શાહનવાઝ ઉર્ફે ટીપુ ખેડૂત બનીને આ જીરું બજારમાં વેચવા જતા હતા. તેમણે ડીસાની એક પેઢીમાં રૂ ૩૨૦૦ના ભાવે અંદાજે ૧ કરોડનું જીરું વેચ્યું હતું. આ ઉપરાંત ઊંઝા અને ચાણસ્મા પંથકમાં પણ ચોરીનો માલ વેચીને રોકડી કરી લેવામાં આવી હતી. આ ચોરીના નેટવર્કમાં જુમ્મા ખાન નામના શખ્સે ટ્રક અને મજૂરોની વ્યવસ્થા કરી આપી હતી.
રસપ્રદ વાત એ છે કે આ ચોરીની ફરિયાદ નોંધાય તે પહેલા જ મહેસાણા એલ.સી.બી.ને એક શંકાસ્પદ નંબરની માહિતી મળી હતી જે ઊંઝામાં સસ્તા ભાવે જીરું વેચવા માટે સંપર્ક કરી રહ્યો હતો. ત્યારબાદ ૪ જાન્યુઆરીએ જ્યારે ઉનાવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હોટલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા. સીસીટીવીમાં દેખાયેલી ટ્રકના ડ્રાઈવરની પૂછપરછમાં જુમ્મા ખાનનું નામ ખુલ્યું અને કડી દર કડી જાેડાતા આખી ગેંગનો પર્દાફાશ થયો.
પોલીસે વકીલ ઈકરામ મેમણના ઘરેથી ૩૦ લાખ, વજાહત ખાન પાસેથી ૯.૫૦ લાખ, સાદીક મેમણ પાસેથી ૫ લાખ અને ગૌરવ પટેલ પાસેથી ૫૦ હજાર સહિતની રોકડ રકમ રિકવર કરી છે. આ ઉપરાંત ૧૧.૫૦ લાખની કિંમતની ૧૧૦ બોરી જીરું પણ જપ્ત કરવામાં આવ્યું છે.હાલમાં પોલીસ મુખ્ય સૂત્રધાર ઈમરાન અને શાહનવાઝને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે. ડ્ઢઅજॅ દિનેશસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ઉનાવા પોલીસ મથકમાં ૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ જીરા ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી. બે ગોડાઉનમાંથી ૩ કરોડથી વધુ કિંમતનું જીરું ચોરી કરવામાં આવ્યું હતું. ફરિયાદી બંને ભાઈઓએ અલગ અલગ ફરિયાદ નોંધાવી હતી. આ ભાઈઓના ઉનાવામા જીરુંના બે ગોડાઉન આવેલા છે. ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ના રોજથી ૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન આ ગોડાઉન પર એક ચોકીદાર રાખ્યો હતો. એ ચોકીદાર ગોડાઉનની દેખરેખ રાખતો હતો. થોડા દિવસથી આ ચોકીદાર ગોડાઉન પર ચોકી કરવા આવતો નહોતો અને તાળું જાેઈ જતો રહેતો હતો. ડ્ઢઅજॅએ વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ જીરું વેચાણ આપ્યું અને ગોડાઉન ખોલવાની જરૂર પડી ગોડાઉનમાં તપાસ કરતા અગાઉ મુકેલ જીરું મળી આવ્યું નહીં. જેથી તેઓએ પોલીસનો સંપર્ક કર્યો. ઉનાવા પોલીસમાં બે અલગ અલગ ચોરીના ગુના દાખલ થયા હતા. આ ગુનાની તપાસ સ્થાનિક પોલીસ અને ન્ઝ્રમ્એ શરૂ કરી હતી. ડ્ઢઅજॅ દિનેશસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, મહેસાણા ન્ઝ્રમ્ને બાતમી મળી હતી કે, અમુક વ્યક્તિ બજારમાં જીરું વેચવા નીકળ્યા છે અને આ લોકો સસ્તા ભાવે જીરું વેચવાની ફિરાકમાં હતાં. પોલીસે એના પર સતત વોચ રાખી ત્યારે ખબર પડી કે ફરિયાદ નોંધાયા પહેલા આ ટોળકીએ ચાવી બનાવીને ગોડાઉનનું તાળું ખોલી જીરાની ટ્રક મારફતે હેરાફેરી કરી હતી. આ જીરું ડીસા અને ઊંઝા માર્કેટમાં વેચાણ આપ્યું હતું. લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ ગુનામાં કોણ કોણ સંડોવણી છે એની તપાસ આદરી હતી.

