Gujarat

ગોવિંદાએ એરપોર્ટ પર ચાહકો સાથે ૧ દિવસ પહેલા જન્મદિવસ ઉજવ્યો હતો

,નવીદિલ્હી
અભિનેતા ગોવિંદાનો જન્મદિવસ છે પરંતુ તેના ચાહકોએ એક દિવસ અગાઉ જ એરપોર્ટ પર તેનો જન્મદિવસ ઉજવ્યો હતો.જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા સાથે જાેવા મળી રહ્યા છે. સાથે જ આસપાસ તેમના ચાહકોની ભીડ જાેવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ગોવિંદા ફેન્સ સાથે તેનો જન્મ દિવસ ઉજવતા જાેવા મળે છે.૨૧ ડિસેમ્બર ના રોજ ગોવિંદાનો જન્મદિવસ છે. પરંતુ ચાહકોએ એક દિવસ પહેલા જ તેનો જન્મદિવસ ઉજવ્યો. તમને જણાવી દઈએ કે, ગોવિંદાનો જન્મ ૨૧ ડિસેમ્બર ૧૯૬૩ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેતાએ પોતાના કરિયરમાં ૧૬૫ થી વધુ ફિલ્મો કરી છે. તેણે ડેવિડ ધવન સાથે ‘નં. ૧’ સિરીઝમાં ઘણી ફિલ્મો કરી જેમાં ‘કુલી નંબર ૧’, ‘હીરો નંબર ૧’ અને ‘જાેડી નંબર ૧’નો સમાવેશ થાય છે. ગોવિંદા હાલમાં જ સલમાન ખાન સાથે બિગ બોસમાં પણ જાેવા મળ્યો હતા.બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદા આજે ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટલા એક્ટિવ ન હોય, પરંતુ આજે પણ તેમની લોકપ્રિયતા કોઈ સુપરસ્ટારથી ઓછી નથી.ગોવિંદા આ દિવસોમાં રિયાલિટી શોમાં જાેવા મળી રહ્યા છે. ગોવિંદા જ્યારે પણ કોઈ જાહેર સ્થળે જાેવા મળે છે ત્યારે તેના ચાહકોની ભારે ભીડ જાેવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં ગોવિંદા કેક કાપતા જાેવા મળે છે, કેક પર ‘હીરો નંબર ૧’ લખેલું છે. સાથે જ ગોવિંદાની પત્ની સુનીતા આહુજા આ પ્રેમ માટે ચાહકોનો આભાર વ્યક્ત કરતી જાેવા મળે છે. આ વીડિયોમાં સૌથી ખાસ વાત એ છે કે ત્યાં હાજર ગોવિંદાના ફેન્સ તેને વારંવાર ‘હીરો નંબર ૧’ કહેતા જાેવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Govinda-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *