Maharashtra

બોલિવુડના ગોવિંદાના જન્મદિવસે ચાહકોએ તેમને યાદ કર્યા

મુંબઈ
ગોવિંદાએ પોતાના કરિયરમાં ફેમિલી, ડ્રામા, એક્શન, રોમેન્ટિક અને કોમેડી ફિલ્મોમાં કામ કર્યું છે.તેમની હિટ અને લોકપ્રિય ફિલ્મોમાં આંખે, રાજા બાબુ, કુલી નંબર ૧, હીરો નંબર ૧, હસીના માન જાયેગી, સાજન ચલે સસુરાલ, બડે મિયાં છોટે મિયાં,જિસ દેશમેં ગંગા રહેતા હૈ, અખિયોં સે ગોલી મારે, પાર્ટનર જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ગોવિંદા છેલ્લે રંગીલા રાજા ફિલ્મમાં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં ગોવિંદા ડબલ રોલમાં હતા. જાેકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. હવે ગોવિંદા ફિલ્મ ‘ચશ્મા ચઢાકે’માં જાેવા મળશે. આ ફિલ્મમાં ગોવિંદા સાથે શનાયા કૌર લીડ રોલમાં છે. ગોવિંદાની આ ફિલ્મની રિલીઝ થવાની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બોલિવૂડ કોમેડીના કિંગ ગોવિંદાનો આજે જન્મદિવસ છે. ગોવિંદાએ હંમેશા પોતાની કોમેડી અને જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે. ભલે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુર હોય પરંતુ આજે પણ ફેન્સતેની એક જલક જાેવા માટે ઉત્સુક જાેવા મળે છે.તેના ફિલ્મ કરિયર દરમિયાન અભિનેતાએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.ત્યારે આજે ગોવિંદાના જન્મદિવસ પર ચાહકોએ તેમને યાદ કર્યા હતા. ગોવિંદાની નેટવર્થ ૧૩૩ કરોડ છે. તમને જાણીને આશ્વર્ય થશે પણ તેની માસિક આવક ૧ કરોડથી વધુ છે. જ્યારે એક વર્ષની આવક ૧૦-૧૨ કરોડ જેટલી છે. રિપોર્ટ્‌સ અનુસાર, ગોવિંદા એક ફિલ્મ માટે ૫-૬ કરોડ રૂપિયા લે છે. ઉપરાંત ગોવિંદા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે ૨ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ગોવિંદાનું મુંબઈમાં લક્ઝરી હાઉસ છે. તેમની પ્રોપર્ટીની કિંમત ૧૬ કરોડ છે. ગોવિંદાની મુંબઈમાં ૨ પ્રોપર્ટી છે. એક બંગલો જુહુમાં છે. આ સિવાય ગોવિંદા પાસે ઘણી પ્રોપર્ટી પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *