Uttar Pradesh

મહિલા સ્વ સહાય જૂથને ટ્રાન્સફર કર્યા ૧ હજાર કરોડ

યુપી
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત સ્થાનિક ભાષામાં કરી હતી. મહિલા સમૂહોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગયા વર્ષે કુંભમાં અમે પવિત્ર ધરતી પર આવ્યા હતા, ત્યારબાદ સંગમમાં ડૂબકી લગાવીને અલૌકિક આનંદ થયો હતો. આપણી માતૃશક્તિનું પ્રતિક એવી આ તીર્થનગરી માતા ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમ રહ્યું છે. અમારુ સૌભાગ્ય છે કે માતાઓ અમને આશીર્વાદ આપવા આવી છે.યુપીમાં મહિલાઓના વિકાસ માટે જે કામ થઈ રહ્યું છે તેને આખો દેશ જાેઈ રહ્યો છે. આજે મને મુખ્યમંત્રી સુમંગલા યોજનાની લાખો મહિલાઓના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાનો લહાવો મળ્યો. યુપીમાં શરૂ થયેલ બેંક સખીનું અભિયાન પણ મહિલાઓના જીવનમાં મોટા ફેરફારો લાવી રહ્યું છે. ડ્ઢમ્‌ દ્વારા સરકાર તરફથી રૂપિયા સીધા ખાતામાં આવે છે. તમારે પૈસા ઉપાડવા માટે બેંકમાં જવાની જરૂર નથી, બેંક મિત્રની મદદથી તમને આ પૈસા ઘરે બેઠા મળી જશે. આ રીતે બેંક ગામમાં જ આવે છે. આ કોઈ નાનું કામ નથી. યુપી સરકારે આ બેંક મિત્રો પર ૭૫ હજાર કરોડના ટ્રાન્ઝેક્શનની જવાબદારી સોંપી છે. ગામમાં જેટલા વધુ વ્યવહારો થશે, તેટલી જ તેમની વધુ આવક થશે. આ મોટાભાગની બહેનો છે જેમની પાસે થોડા દિવસો પહેલા પોતાનું બેંક એકાઉન્ટ પણ નહોતું. હવે તેમના હાથમાં ભૌતિક બેંકિંગની શક્તિ આવી ગઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજના પ્રવાસે છે. આ દરમિયાન તેઓએ મહિલા સ્વ-સહાય જૂથોની મહિલાઓને મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ૧.૬૦ લાખ મહિલા સ્વ-સહાય જૂથોને ૧,૦૦૦ કરોડ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં આયોજિત મહિલા સશક્તિકરણ સંમેલનમાં સ્વ-સહાય જૂથોના બેંક ખાતામાં ૧૦૦૦ કરોડની રકમ ટ્રાન્સફર કરી અને ૨૦૨ ટેક હોમ રાશન પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *