Gujarat

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાર અકસ્માતમાં એક ઘાયલ

ધંધુકા-ધોલેરા માર્ગ પર ભડીયાદ નજીક ડમ્પર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ધોળકા નજીક થયેલા અન્ય એક અકસ્માતમાં કાર ચાલક ઘાયલ થયો હતો.

ભડીયાદ નજીક ડમ્પર અને ટેન્કર સામસામે ટકરાયા હતા. આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું અને ડમ્પર પલટી ગયું હતું.

ડમ્પર-ટેન્કર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એકને 108 એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ઇજાગ્રસ્તને ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.