Gujarat

સજની હત્યા કેસ, આરોપી પતિના જામીન નકારતી કોર્ટ

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશને આરોપી પતિ તરુણ જીનરાજ સામે પત્નીની હત્યા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત સહિતની કલમો મુજબ ૨૦૦૩માં ગુનો નોંધાયો હતો. પત્નીની હત્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. જે ૧૫ વર્ષે પકડાયો હતો. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે નકારી નાખી છે.

પત્નીનું ગળું દબાવીને હત્યા કરી, પોલીસે બેંગ્લોરથી ઝડપ્યો

મળતી માહિતી અનુસાર, ૨૦૦૨માં તેના લગ્ન થયા હતા. તેને અને તેના પરિવારે તેની પત્ની ઉપર માનસિક ત્રાસ ગુજારીને દહેજની માંગ કરી હતી. માત્ર ત્રણ મહિનામાં તેને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. ૨૦૧૮માં તેને પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો હતો.

મિત્રને ત્યાં રોકાયો ને ત્યાં આરોપીએ બીજા લગ્ન કર્યા

તે પત્નીની હત્યા બાદ ભાગીને મધ્યપ્રદેશમાં એક મિત્રને ત્યાં રોકાયો હતો. જા તેને પોતાની ઓળખ બદલીને મિત્રના નામના ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યા હતા. જેના આધારે તેને નોકરી કરવાની પણ શરૂ કરી દીધી હતી. ત્યાં તેને બીજા લગ્ન પણ કર્યા હતાં. તેની સામે સેટેલાઈટ અને ભોપાલ પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી. બાકીના આરોપીઓ સામે ૨૦૦૫માં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ૨૦૧૯માં આરોપી સામે પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

જામીનનો દુરુપયોગ કર્યો ને પોલીસ સમક્ષ સરેન્ડર ના થયો

અરજદાર તરફે વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ખોટી વાર્તા ઊભી કરીને આરોપીને કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે. ૨૦૧૮થી તે જેલમાં છે. ૨૦૨૩માં તેની સામે ચાર્જ ફ્રેમ થઈ ચૂક્યો છે અને ટ્રાયલ પણ ચાલી રહી છે. જ્યારે સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. અગાઉ તેને હંગામી જામીન આપવામાં આવતા તેને તેનો દુરુપયોગ કર્યો હતો અને પોલીસ સમક્ષ સરેન્ડર થયો નહોતો.

‘જાે આરોપીને જામીન મળે તો તે ભાગી જાયની શકયતા’

કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી લાંબા સમય સુધી ફરાર હતો. તેની બીજી પટ્ટી અને બાળકો ઓસ્ટ્રેલિયામાં રહે છે. આરોપી પોતાની ખોટી ઓળખ ઉભી કરીને અમેરિકા પણ જઈ આવ્યો છે. આ કેસમાં આરોપીને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે. તેની પૂર્વ ગુન્હા નોંધાયેલા છે. જાે આરોપીને જામીન આપવામાં આવે તો તે ભાગી જાય તેવી પૂરી શક્યતા છે.