Maharashtra

નોર ફતેહી ઈડીની સાક્ષી બની ખોલશે નવા રહસ્યો ?

મુંબઈ
અભિનેત્રી નોરા ફતેહી પર આરોપ હતો કે ઠગ સુકેશની પત્ની લીના પોલ દ્વારા ચેન્નાઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપવાના બદલામાં નોરાને એક મ્સ્ઉ કાર અને આઈફોન ભેટમાં આપવામાં આવ્યો હતો. જાેકે નોરાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. નોરા ફતેહી હવે આ કેસમાં ફરિયાદ પક્ષની સાક્ષી બનશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નોરા હવે આ સમગ્ર કેસમાં સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ સાક્ષી તરીકે હાજર થશે. મતલબ કે, હવે જ્યારે નોરા સુકેશ સામે આવશે, ત્યારે ઘણા રહસ્યો ખુલશે, તેથી એ જાેવું પણ રસપ્રદ રહેશે. હવે સુકેશ એવા કયા સેલેબ્સના નામ લેવા જઈ રહ્યો છે જેઓ તેમના સંપર્કમાં હતા જ્યારે ઈડ્ઢના અધિકારીઓ સુકેશ ચંદ્રશેખરને કોર્ટરૂમમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તેમણે ફતેહીને કાર ગિફ્ટ કરી છે, જેના જવાબમાં તેમણે હા પાડી. તે જ સમયે, સુકેશના આ નિવેદન પર, અભિનેત્રીનું કહેવું છે કે આ કાર તેને સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના મારિયાએ ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાના બદલામાં આપી હતી. તેના સત્તાવાર નિવેદનમાં, તેણે દાવો કર્યો છે કે તે આ કેસની ‘પીડિત’ છે. તે કોઈપણ પ્રકારની મની લોન્ડરિંગમાં સામેલ નથી. ઉલ્લેખનીય છે કે રેનબેક્સીના માલિકની પત્ની પાસેથી ૨૦૦ કરોડની ઉચાપત કરનાર સુકેશ પોતાને પીએમઓ તો ક્યારેક ગૃહ મંત્રાલયનો અધિકારી કહીને લોકો સાથે વાત કરતો હતો. તેનું નામ બોલિવૂડના અન્ય કેટલાક લોકો સાથે પણ સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે જેમાં નોરા ફતેહી, શિલ્પા શેટ્ટી, શ્રદ્ધા કપૂર વગેરે મુખ્ય છે. કોર્ટે ચંદ્રશેખર અને તેની પત્ની અભિનેત્રી લીના મારિયા પોલને અહીંના એક ઉદ્યોગપતિની પત્ની પાસેથી ૨૦૦ કરોડ રૂપિયાની કથિત ખંડણીના સંબંધમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.બોલિવૂડ છેલ્લા કેટલાક દિવસોથી તપાસ એજન્સીઓના રડાર પર છે. દરરોજ કોઈને કોઈ ફિલ્મ કલાકારની પૂછપરછ થઈ રહી છે. હાલમાં સુકેશ ચંદ્રશેખર નામનો ઠગ ચર્ચામાં છે. સુકેશ ચંદ્રશેખર તરફથી મોટી ભેટ મેળવનાર અભિનેત્રીઓમાં નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ જેવી અભિનેત્રીઓના નામ સામેલ છે, જાેકે આ અભિનેત્રીઓએ પોતાને આ વ્યક્તિનો શિકાર ગણાવ્યા છે અને હવે નોરાએ સુકેશ સામે મોટું પગલું ભરવાનો ર્નિણય લીધો છે.

Nora-Fatehi-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *