Gujarat

અમૃત સરિતા વિદ્યાલયમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો ભાવસભર વિદાય સમારોહ સંપન્ન

અંજાર શહેરની જાણીતી અમૃત સરિતા વિદ્યાલયમાં આજે તા. 13 એપ્રિલ 2026, સોમવારના રોજ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ભાવપૂર્ણ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે દોશી અશોકભાઈ, દોશી જીતભાઈ, રમેશભાઈ દેવળરીયા તથા વૈષ્ણવ આશાબેન ઉપસ્થિત રહ્યા હતા. પુષ્પવર્ષા સાથે મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.

દીપ પ્રાગટ્ય અતિથિઓ દ્વારા અને માતા સરસ્વતીની સંસ્કૃત શ્લોકોચ્ચાર સાથે પૂજાથી કાર્યક્રમનો શુભારંભ થયોહતો આ કાર્યક્રમમાં દોશી અશોકભાઈએ પ્રેરક આશીર્વચન આપ્યા. દોશી જીતભાઈએ માતા-પિતાના પૂજન વિષયક ભાવવાહી રચના રજૂ કરી, જ્યારે રમેશભાઈ દેવરીયાએ પોતાના જીવનના અનુભવો નિસાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગી સિદ્ધાંતો સાથે શુભકામનાઓ પાઠવી હતી.

શ્રીમતી આશાબેન ના દ્વારા મહિલાઓ અને બાળકોના જીવન વિકાસ વિભાગમાં માં આપેલ સેવા ના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા.

વિદ્યાર્થીઓએ કવિતા, જીવનમૂલ્યો આધારિત ઉપદેશો અને શાળાના સંસ્મરણો રજૂ કરી ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા.

આ પ્રસંગે વિધા સ્ટેશનરીના અશોકભાઈ દ્વારા ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને વિદાય ભેટ અર્પણ કરવામાં આવી. બજરંગ શાખા દ્વારા વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમ મુખ્ય શિક્ષિકા તૃપ્તિબેન પીઠડીયાના માર્ગદર્શન હેઠળ અને એકતાબેન સોરઠીયાના સુવ્યવસ્થિત સંચાલનથી સફળતાપૂર્વક સંપન્ન થયો.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં સમગ્ર શિક્ષકમંડળ અને બજરંગ શાખાના કાર્યકર્તાઓનો સહયોગ પ્રશંસનીય રહ્યો. આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.

વિદ્યાર્થીઓએ કવિતા, જીવનમૂલ્યો આધારિત ઉપદેશો અને શાળાના સંસ્મરણો રજૂ કરી ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા.

આ પ્રસંગે વિધા સ્ટેશનરીના અશોકભાઈ ખોડીયાર દ્વારા ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને વિદાય ભેટ અર્પણ કરવામાં આવી. બજરંગ શાખા દ્વારા વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.