Gujarat

અમરોલીમાં સુસાઈડ નોટ લખી યુવકે ફાંસો ખાધો, વેડરોડના BCAના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

સુરતમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં અમરોલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા યુવકે લગ્ન થતા ના હોવાથી હતાશામાં આવી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે મારતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્મી-પપ્પા હું હારી ગયો છું.

હું આ પગલું ભરી લઉં છું, મને માફ કરી દેજો સહિતનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે બોટાદના રહેવાસી અને હાલ વેડરોડ ખાતે રહેતા બીસીએના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે અભ્યાસના તણાવમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.

આપઘાતનો પહેલો બનાવ મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામના વતની અને હાલ અમરોલી છાપરાભાઠા ખાતે આવેલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા 29 વર્ષીય સચિન રમેશભાઈ પીપલીયા હીરાના કારખાનામાં મશીન રીપેરીંગનું કામકાજ કરી માતા-પિતા સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો. સાંજે સચિને ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.