Gujarat

રાણાવાવ સ્ટેશનમાં એક જ પ્લેટફોર્મ હોવાથી મુશ્કેલી

પોરબંદર નજીકના રાણાવાવ રેલ્વે સ્ટેશન ખાતે હાલ એક જ પ્લેટફોર્મ આવેલ છે.જેથી અન્ય ટ્રેઈન આ સ્ટેશન ખાતે સ્ટોપ રહે ત્યારે તેના મુસાફરોને ટ્રેઈનમાંથી ઉતરવું મુશ્કેલ બને છે તેમજ જીવના જોખમેં પ્લેટફોર્મ અભાવે મુસાફરોને રેલ્વે ટ્રેક ક્રોસ કરી સ્ટેશનમાં જવાની ફરજ પડે છે.

પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચે કરી રીડેવલોમેન્ટ કરવામાં આવ્યું છે પરંતુ હાલ પણ નાના સ્ટેશનો તેમજ ગ્રામ્ય પંથકના રેલ્વે સ્ટેશનોમાં અનેક અસુવિધા જોવા મળી રહી છે.

પોરબંદર નજીકના રાણાવાવ રેલ્વે સ્ટેશન આવેલ છે.આ રેલ્વે સ્ટેશન પર મોટાભાગની લોકલ તેમજ એક્સપ્રેસ સહિતની ટ્રેઇનનો સ્ટોપ રહેલ છે પરંતુ આ સ્ટેશનમાં માત્ર એક જ પ્લેટફોર્મ હોવાથી આ પ્લેટફોર્મ પર ટ્રેઈન ઉભી હોય અને અન્ય ટ્રેઈનનો સ્ટોપ થાય ત્યારે મુસાફરોને ટ્રેઈનમાંથી નીચે ઉતરવામાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે તેમજ મુસાફરોને ટ્રેઈનમાંથી ઉતર્યા બાદ જીવના જોખમેં રેલ્વે ટ્રેક પણ ક્રોસ કરવાની ફરજ પડે છે જેથી મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે.