વલભીપુરના મોણપુર ગામે રહેતા એક વૃદ્ધ પાન પાર્લરની દુકાનેથી મજુરી કામ કરી ઘરે પરત ફરતા હતા તે વેળાએ કાર ચાલકે પુરપાટ ઝડપે કારને ચલાવી રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધ સાથે ગમખ્વાર અકસ્માત સર્જતા વૃદ્ધને ફંગોળાયા હતા. જે ઘટનામાં વૃદ્ધને શરીરના ભાગો ઉપર ગંભીર ઇજાઓ થતાં તેમને સારવારમાં ખસેડાયા બાદ મોત નિપજ્યું હતું.
વલભીપુર તાલુકાના મોણપુર ગામે રહેતા અનિરૂદ્ધસિંહ જોરૂભા રાયજાદા (ઉ.વ.55) નવાગામના ઢાળ પાસે મારૂતી પાન પાર્લરની દુકાને મજુરીકામ કરતા હતા.
જે દરમિયાન તેઓ મજુરીકામ કરતી મોડી સાંજે ઘરે પરત ફરતા હતા. તે વેળાએ નવાગામના ઢાળ પાસે રોડ ક્રોસ કરતી વેળાએ એક પુરપાટ ઝડપે કાર ધસી આવી હતી અને અનિરૂદ્ધસિંહ કંઇ સમજે એ પહેલા જ કારના ચાલકે અનિરૂદ્ધસિંહ સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જયો હતો.
જે અકસ્માતની ઘટનામાં અનિરૂદ્ધસિંહ રાયજાદા ફંગોળાઇને રોડ ઉપર પટકાતા તેમને શરીરના ભાગો ઉપર ગંભીર ઇજાઓ થવા પામી હતી. જે બાદ તેમને ગંભઈર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

