ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાળગોણ ગામ નજીક આજે એક કારની અડફેટે એક મહિલાને ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત રાળગોણ ગામ પાસે થયો હતો. ઇજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા.

