તળાજાથી મહુવા જતાં સોમનાથ નેશનલ હાઈવે પર બોરડા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક અચાનક પલટી ખાઈ જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે બાઈક પર સવાર એક મહિલાને ઈજાઓ પહોંચી હતી મૃતકનું નામ ધનજીભાઈ રામજીભાઈ વાઢેર હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ બનાવ બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. ઘટનાની જાણ થતાં તળાજા પોલીસ પણ સદોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તળાજા સરકારી હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

