Gujarat

જામનગર શહેરમાં 225થી વધુ ભયજનક ઈમારતો, 26 ઈમારતોનું ડિમોલિશન કરાયું

જામનગર શહેરમાં 225 જેટલી આવેલી જર્જરિત ઈમારતોની સર્વેની કામગીરી મ્યુ.તંત્રના ટીપીઓ શાખાએ શરૂ કરી છે. ભયજનક જણાતી ઈમારતોના ભાગોને દુર કરવા માટેની નોટિસ બજવણીની કામગીરી હાથ ધરી છે અને 8 ભયજનક ઈમારતોના માલિકોને નોટિસ આપી છે. તો ગત વર્ષે આપેલી નોટિસો પૈકીના 26 મિલકતોનું ડીમોલિશન કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ શાખાની જુદી જુદી 6 ટીમોએ શહેરમાં આવેલી જર્જરિત અને ભયજનક ઈમારતોની સર્વેની કામગીરી હાથ ધરી છે અને આગામી ચોમાસા પહેલા તે ઈમારતો અથવા ઈમારતોનો જે તે જર્જરિત ભાગ દુર કરવા માટેની નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ગત વર્ષે શહેરમાં 225 જર્જરિત ઈમારતોને નોટિસો આપવામાં આવી હતી.

જેમાં અમુક વ્યક્તિઓએ પોતાની ઇમારતોનું રીનોવેશન કરાવી તેમજ અમુક ભાગ દુર કરીને ભયમુક્ત કરી હતી. તેમ છતાં મોટા ભાગના વ્યક્તિઓએ પોતાની જર્જરિત ઈમારતો તેમજ અમુક હિસ્સો દુર કરવામાં આવ્યો ન હતો. જેથી તેવો ટીપીઓ શાખા દ્વારા 26 મિલ્કતોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જર્જરિત ઈમારતો તેમજ ભયજનક હિસ્સો દુર કરવામાં આવ્યો હતો.

ચાલુ વર્ષ 2026માં ટીપીઓ શાખાની 6 ટીમોએ આવી જર્જરિત અને ભયજનક ઈમારતોની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 8 જર્જરિત મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. તો ગત વર્ષની જર્જરિત ઈમારતોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.