આગામી દિવસોમાં દિવાળી અને છડુ પૂજા જેવા તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધા માટે 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો વડોદરા અને પ્રતાપનગરથી ગોરખપુર, મઉ, લાલકુઆં, ચર્બપલ્લી અને કોલકાતા જેવા સ્થાનો માટે દોડશે. આ તમામ ટ્રેનો વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવમાં આવશે.
1. ટ્રેન નંબર 09111/09112 વડોદરા – ગોરખપુર સ્પેશિયલ (સાપ્તાહિક): ટ્રેન નંબર 09111 વડોદરા–ગોરખપુર સ્પેશિયલ દરેક સોમવારે વડોદરાથી 19:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 23:30 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 23 નવેમ્બર, 2026 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09112 ગોરખપુર-વડોદરા સ્પેશિયલ દરેક બુધવારે ગોરખપુરથી 05:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08:35 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 25 નવેમ્બર, 2026 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓમાં ગોધરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, ઈદગાહ, ટૂંડલા, શિકોહાબાદ, મૈનપુરી, ફર્રૂખાબાદ, કાનપુર, એશબાગ, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી-2 ટિયર, એસી-3 ટિયર, સ્લીપર ક્લાસ, દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ હશે.

