લોકશાહીના પર્વમાં નાગરિકોની ભાગીદારી વધારવા માટે વિરાણી હાઈસ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ‘મારો મત, મારો અધિકાર’ના મંત્ર સાથે 100 ટકા મતદાન કરવાના શપથ લીધા હતા. શાળાના વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈને ‘VOTE’ લખેલી ભવ્ય માનવ આકૃતિ સર્જી હતી. ભાવિ મતદારોમાં લોકશાહી પ્રત્યેની જવાબદારી અને મતદાનની ગુપ્તતા અંગે સમજ કેળવવી.
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ નાણાકીય વર્ષ 2025-26ના આંકડા જાહેર કરતા કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. એપ્રિલ 2025થી માર્ચ 2026 દરમિયાન 757 મિલકતધારકોના કુલ ₹4.56 કરોડના ચેક બાઉન્સ થયા છે. RBIની ‘ઈઝી-પે’ સિસ્ટમ હેઠળ ₹1 લાખથી વધુની રકમ માટે ઓનલાઇન એન્ટ્રી ન થતા મોટાભાગના ચેક પરત ફર્યા છે. મનપા દ્વારા હવે તમામ કસૂરવાર કરદાતાઓ વિરુદ્ધ ‘નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ’ હેઠળ કાયદેસરની કાર્યવાહીની નોટિસ ફટકારવામાં આવી રહી છે.

