National

બીકાજીના ઝ્રસ્ડ્ઢ શિવરતન અગ્રવાલના અંતિમ સંસ્કાર

બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલના સીએમડી અને પ્રખ્યાત ઉદ્યોગપતિ શિવરતન અગ્રવાલ (૭૪)ના (શુક્રવારે) અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના એકમાત્ર પુત્ર દીપક અગ્રવાલે મુખાગ્નિ આપી બિકાનેરના સતીમાતા મંદિર પાસે અગ્રવાલ સમાજના સ્મશાન ઘાટમાં લગભગ ૫ ક્વિન્ટલ ચંદનની લાકડીઓની ચિતા બનાવવામાં આવી હતી.આ પહેલા અંતિમ યાત્રા સાર્દુલગંજ સ્થિત શિવરતન અગ્રવાલના નિવાસસ્થાનેથી નીકળી. આ દરમિયાન ‘ફન્ના બાબુ અમર રહો‘ના નારા લાગ્યા. અંતિમ યાત્રા નત્થુસર ગેટ થઈને સ્મશાન ઘાટ પહોંચી.૨૩ એપ્રિલ (ગુરુવાર)ની સવારે ચેન્નઈમાં હાર્ટ એટેકથી તેમનું નિધન થયું હતું. બિકાનેરમાં તેમને શિવરતન અગ્રવાલ કરતાં વધુ ‘ફન્ના બાબુ‘ના નામથી ઓળખવામાં આવતા હતા.શિવરતન અગ્રવાલનો પાર્થિવ દેહ ગુરુવાર રાત્રે લગભગ ૯:૩૦ વાગ્યે ચાર્ટર પ્લેનથી બિકાનેર લાવવામાં આવ્યો. તેમની સાથે પરિવારના સભ્યો પણ ૪ અલગ-અલગ ચાર્ટર વિમાનોથી પહોંચ્યા.શોકમાં શુક્રવારે બપોર સુધી બિકાનેર શહેરના બજારો બંધ રહ્યા.