પાલનપુરમાં માનવતા અને સેવા ભાવનાનો ગૌરવસભર ક્ષણ સર્જાયો હતો, જ્યાં મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ રાજીવ મહેતાને તેમની નિસ્વાર્થ સમાજસેવા બદલ પ્રતિષ્ઠિત બનાસ રત્ન એવોર્ડ 2025-26થી સન્માનિત કર્યા હતા. કોરોના કાળમાં હજારો લોકોની મદદથી તેઓ સેવા અને સંવેદનાનો જીવંત ઉદાહરણ બન્યા હતા.
પાલનપુરમાં માનવતા અને સેવા ભાવનાનો ગૌરવસભર ક્ષણ સર્જાઈ હતી. જ્યાં પાલનપુરના પનોતા પુત્ર અને મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ રાજીવભાઈ મહેન્દ્રભાઈ મહેતાને તેમની નિસ્વાર્થ સમાજસેવા બદલ પ્રતિષ્ઠિત બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ સન્માન સમારોહનું આયોજન રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા પાલનપુરની હાઈવે પર આવેલી હોટલ લાડુમા ખાતે કરાયું હતું.
સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ રાજીવભાઈના સમાજપ્રતિ બેમિસાલ યોગદાનને બિરદાવ્યું હતું. ખાસ કરીને તેમના માર્ગદર્શન હેઠળ કાર્યરત રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેશ-વિદેશમાં કરાતી માનવતાવાદી સેવાઓનું વિશેષ ઉલ્લેખ થયો. ટ્રસ્ટ દ્વારા વિકલાંગોને વિનામૂલ્યે જયપુર ફૂટ, ટ્રાઈસિકલ સહિત સહાય સાધનો આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરાય છે.આ ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ મહેતા પરિવારનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે.

