ડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં આવેલા સ્ટેલાર કિચન ખાતે ‘સંતુર મોમ વડોદરા સિઝન-2’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોની સ્પર્ધકોને માત આપીને વડોદરાની 49 વર્ષીય હિનલ ગૌરે વિજેતા બનીને હીરાજડિત ક્રાઉન પોતાના નામે કર્યો છે.
70થી વધુ સ્પર્ધકો વચ્ચે રસાકસી આ કાર્યક્રમ અંગે માહિતી આપતા આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શનના ફાઉન્ડર અને આયોજક રાજશ્રી પાંજરોલિયા અને આદિત્યસિંહ પાંજરોલિયાએ જણાવ્યું હતું કે, સંતુર મોમની પ્રથમ સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ આયોજિત બીજી સિઝનમાં 70થી વધુ પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધકોએ બ્રાઇડલ વેર અને પેઝન્ટ ગ્રાઉન એમ બે કોસ્ચ્યૂમમાં રેમ્પ વોક કરીને પોતાની દાવેદારી મજબૂત કરી હતી.
નિષ્ણાંતો દ્વારા જજિંગ અને મહાનુભાવોની ઉપસ્થિતિ સ્પર્ધામાં સીએલએમ મિસિસ ઇન્ટરનેશનલ 2022 દર્શિના બારોટ અને ગુજરાત ટોપ મોડલ સિઝન-5ના ફર્સ્ટ રનર્સ અપ ખુશ્બુ ડોડીયાએ જજ તરીકેની ભૂમિકા નિભાવી હતી અને વિજેતાના નામની ઘોષણા કરી હતી.
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી મહાનગરના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રુકમિલ શાહ, ઉન્નતિ દેસાઈ, યુનિટી વર્લ્ડ એશિયા 2025ના પ્રતિનિધિ, મોટિવેશનલ સ્પીકર પ્રેરણા કૌર, મોડલ રોમિલ પટેલ અને પોડકાસ્ટર મિહિર અધ્યારુ સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

