ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાં ભંડારીયાના શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી અને મારામારીની ફરિયાદ દાખલ થઈ હતી. જે બાદ આરોપી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. જેને લોકલ ક્રાઈમ બ્રાંચે ભંડારીયા ગામથી ઝડપી વરતેજ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
એટ્રોસીટી એકટના ગુનાનો આરોપી ઝડપાયો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે મારામારી તથા એટ્રોસીટી એકટના ગુનાનો આરોપી સંજય રાઠોડ ભંડારીયા ગામમાં બસ સ્ટેશન પાસે ઉભો છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં શખ્સને ઝડપી લીધો હતો. જેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો.

