ગીર સોમનાથ જિલ્લામાં દારૂ-જુગારની બદીને ડામી દેવા માટે પોલીસે કડક અભિયાન શરૂ કર્યું છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ, પ્રોહિબિશનની પ્રવૃત્તિને સદંતર બંધ કરવા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને ઉના પી.આઈ. જે . કે. મોરીની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એ.એસ.આઈ.જોરૂભા મકવાણા, પો.હેડ. ભાવસિંહ પરમાર પો.કોન્સ. સુનીલભાઈ બાંભણીયા અનીલભાઈ જાદવ દેલવાડા ગામે નવાબંદર ચોકડી પાસે વોચમાં હતા.
સંયુક્ત રીતે ચોક્કસ બાતમી આધારે નાલિયા-માંડવી-દીવ તરફથી એક સફેદ ફોર વ્હીલ કારમાં બે શખ્શો થેલામાં દારૂ ભરીને આવી રહ્યા છે. વોચ દરમિયાન શંકાસ્પદ સફેદ કાર નં. GJ-05-CG-9683ને રોકીને તલાશી લેતાં પાછળની સીટ પરથી થેલો મળી આવ્યો હતો.
થેલોમાં તપાસ કરતા દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો મળી આવી આવતા વિવેકભાઈ મહેશભાઈ હરસોરા, ઉ.વ. 27, ધંધો-મિસ્ત્રીકામ, રહે. નુતન નગર, સરકારી ગોડાઉન પાસે, મહુવા, જિ. ભાવનગર. રાહુલભાઈ પોપટભાઈ જોળીયા, ઉ.વ. 31, ધંધો-મજૂરી, રહે. નુતન નગર, મંજુર કલ્યાણ કેન્દ્ર પાસે, જજ બંગલા સામે, મહુવા, જિ. ભાવનગર.વાળા ને પકડી પાડી કાર તેમજ મોબાઈલ અને દારૂ નો જથ્થો સાથે કુલ રૂ 1.05. 400 ના મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

