વેરાવળ શહેરમાં બજરંગ દળ દ્વારા નવા સ્વયંસેવકો માટે ‘ત્રિશુલ દીક્ષા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ્વતી વિદ્યાલયના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 200થી વધુ યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી હતી.
આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સહયોગથી યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને હિન્દુ સંસ્કૃતિ, એકતા અને રાષ્ટ્રપ્રેમ માટે પ્રેરિત કરી સંગઠન સાથે જોડવાનો હતો. કાર્યક્રમમાં યુવાનોને ત્રિશુલ પ્રદાન કરવામાં આવ્યા અને તેમને સમાજ સેવા તથા ધાર્મિક મૂલ્યોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ રહેવાની શપથ લેવડાવવામાં આવી.

કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રામજી પરમાર, મંત્રી નીલુપ શાહ, સહમંત્રી પિયુષ ભટ્ટ, બજરંગ દળના જિલ્લા સંયોજક ધવલ કાટેલિયા, સહ સંયોજક દીપ ભટ્ટ, નગર સંયોજક પિયુષ આગિયા અને વિપુલ આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નારાયણગીરી બાપુ અને પુનિતગીરી મહારાજે ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ પર પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યા હતા. તેમણે યુવાનોને સંસ્કૃતિની જાળવણી અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવા પ્રેરણા આપી હતી.

