વડોદરા શહેરના યુવકને IPO અને શેર બજારમાં નફો કમાવવાની લાલચ આપી સાયબર ઠગોએ 26.05 લાખની છઠગાઈ કરી છે. નકલી વેબસાઈટમાં રોકાણ કરેલા નાણાં નફા સાથે 39 લાખ રૂપિયા યુવકને બતાવતા હતા, પણ માત્ર 16 હજાર રૂપિયા પરત કર્યા બાકીના નાણાં પરત કર્યા નહોતાં. જેથી યુવકે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
શેરબજાર અને IPOમાં રોકાણ કરીને મોટો નફાની લાલચ આપી વડોદરાના બિલ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય યુવકે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ જિઓમાં ડિલિવરીની નોકરી કરે છે. તા. 12 ડિસેમ્બર 2025ના રોજ સોશિયલ મીડિયા પર ‘બ્રહ્મી કપસિયા’ નામની યુવતી સાથે તેમની ઓળખાણ થઈ હતી. યુવતીએ શેરબજાર અને IPOમાં રોકાણ કરીને મોટો નફો કમાઈ શકાય તેવી લાલચ આપી હતી અને વધુ માહિતી મેળવવા માટે વોટ્સએપ નંબર આપ્યો હતો.
યુવકે બેંક ખાતામાંથી 26.05 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા યુવક આ વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો, ત્યારબાદ તેમાં અલગ-અલગ IPO વિશે માહિતી આપવામાં આવતી હતી. સાયબર ઠગોએ નકલી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવ્યું હતું અને શરૂઆતમાં 16 હજાર રૂપિયા પરત આપ્યા હતાં. યુવકનો વિશ્વાસ થઈ ગયો હતો, જેથી યુવક લલચાઈ ગયો હતો અને મોટા રોકાણ માટે તૈયાર થઈ ગયો હતો. યુવકે અલગ-અલગ તારીખે પોતાના બેંક ખાતામાંથી 26.05 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

