Gujarat

દાંતામાં ભર ઉનાળે કમોસમી વરસાદ, માર્ગો ભીના થયા

દાંતા તાલુકામાં ભર ઉનાળે કમોસમી વરસાદ નોંધાયો છે. દાંતા, અંબાજી સહિતના અનેક ગામોમાં આજે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેના કારણે માર્ગો ભીના થયા હતા. આ સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે બપોરના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. અમુક ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા, જેના પરિણામે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને માર્ગો ભીંજાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ દાંતા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી, જે દર્શાવે છે કે છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં કમોસમી વરસાદી માહોલ છે.