Gujarat

અમદાવાદના નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે AMTS બસની બ્રેક ફેઈલ થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

શહેરના નારણપુરા રેલવે ક્રોસિંગ નજીક બપોરના સમયે AMTS બસ દ્વારા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં, રૂટ નંબર ૪૦૦ ની બસની અચાનક બ્રેક ફેઈલ થઈ જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી આ બસે રસ્તા પર જઈ રહેલી એક કાર અને ટુ વ્હિલરને જાેરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં અચાનક બનેલી આ ઘટનાને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

AMTS અકસ્માતને પગલે રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે અન્ય વાહનોમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું છે.

શહેરમાં વારંવાર બનતા AMTS અને મ્ઇ્જી બસોના અકસ્માતોને કારણે હવે મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા થયા છે. નારણપુરા જેવા ગીચ વિસ્તારમાં જાે બસની ઝડપ વધુ હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. પ્રાથમિક માહિતી અનુસાર બસચાલકને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.