Gujarat

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથીઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજના ના હેઠવાસમાં કાંઠાના થયેલ ધોવાણના પ્રશ્નો અંગે ખેડુતો સાથે બેઠક યોજતા:કૃષિમંત્રીશ્રીરાઘવજી પટેલ

મંત્રીશ્રીએએક અખબારી યાદીમાં જણાવેલ છે કે મારામતવિસ્તાર જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ ઉંડ-૨ તથા આજી-૪  સિંચાઇ યોજનાના હેઠવાસના કાંઠાઓ અતિવૃષ્ટિના પૂરના કારણે તુટી  ગયેલ અને કાંઠા ઉપર  આવેલા ખેડુતોના ખેતરોનું ધોવાણ થયેલ આ ધોવાણ થયેલ ખેડુતોના ખેતરો તથા  નદી કાંઠાને પુન:મરામત કરી  સલામત સ્થિતિમાં લાવવા માટે સરકારશ્રી તરફથી જરૂરી કરાવવા સિંચાઇ ખાતાના ઉચ્ચ અધિકારીઓ તથા  ખેડુતો સાથે માર્કેટ યાર્ડ જોડિયા ખાતે બેઠક યોજી જેમાં ખેડુત આગેવાનો ધરમશીભાઇ ચનિયારા,વ્સભરતભાઇ દલસાણીયા,જેઠાલાલ અઘેરા,રસીકભાઇ ભંડેરી,પદુભા જાડેજા, ઘનશ્યામભાઇ રાઠોડ,વલ્લભભાઇ ગોઠી તથા મોટી સંખ્યામાં ખેડુતો તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને  આ સમ્સ્યાના  નિવારણા માટે ખેડુતોની માંગણી મુજબ કાર્યવાહી કરાવવાની કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા સિંચાઇ ખાતાના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી

ખેડુતોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ થાય અને તેઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખેડુતોને હૈયા ધારણ આપતા: કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ

WhatsApp-Image-2021-12-24-at-12.22.41-PM-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *