Gujarat

એલિસબ્રિજ પાસે આવેલી ઓફિસમાંથી દાગીના, વિદેશી ચલણ અને રોકડની ચોરી

‘વોઈસ ઓફ મુકેશ’ તરીકે જાણીતા સિંગર મુખ્તાર શાહની અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ઓફિસમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. બંધ ઓફિસના તાળા તોડી તસ્કરોએ ઓફિસમાં પડેલા દાગીના, રોકડ અને વિદેશી ચલણ મળઈ રૂ. 1.90 લાખની ચોરી કર્યાનો ગુનો નોંધાયો છે. તસ્કરો મુદ્દામાલની સાથે ઓફિસમાં લાગેલા સીસીટીવીના ડીવીઆરની હાર્ડડિસ્ક પણ સાથે લઈ ગયા હતા.

એલિસબ્રિજ પાસે આવેલા મહારાણા પ્રતાપ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યા જુહાપુરામાં રહેતા સિંગર મુખ્તારઆલમ શાહની ઓફિસ અમદાવાદના એલીસબ્રિજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ સેન્ટરમાં ઓફિસ ધરાવે છે. આ બિલ્ડિંગમાં અનેક ઓફિસો કાર્યરત છે અને દિવસ દરમિયાન અવરજવર રહેતી હોય છે.

બિલ્ડિંગમાં કામ કરતા લોકોના ધ્યાનમાં આવ્યું કે કેટલીક ઓફિસોના તાળા તૂટેલા છે. શરૂઆતમાં આ સામાન્ય નુકસાન અથવા બેદરકારીનો મામલો લાગ્યો હતો, પરંતુ જ્યારે મુખ્તારઆલમ શાહ પોતાની ઓફિસે પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી.

તસ્કરો મુદ્દામાલ સાથે ડીવીઆરની હાર્ડડિસ્ક લેતા ગયા ઓફિસમાં તપાસ કરતા સામે આવ્યું કે, ઓફિસમાંથી સોનાના દાગીના, વિદેશી ચલણી નોટો અને અંદાજે 35 હજાર રૂપિયા રોકડા ગાયબ હતા. માત્ર એટલું જ નહીં, ચોરોએ પુરાવા ન રહે તે માટે CCTV સિસ્ટમ સાથે ચેડાં કર્યા હતા અને DVRમાં લાગેલી હાર્ડડિસ્ક પણ સાથે લઈ ગયા હતા.મુખ્તારઆલમે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.