Gujarat

રાજકોટ ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી ધરફોડ ચોરીમાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી ધરફોડ ચોરીમાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓમાં ધરફોડ ચોરી લુંટ તેમજ વાહનચોરી/મોબાઇલ ચોરી જેવા ગુન્હાઓ બનતા હોય જે ગુન્હાઓ અટકાવવા તેમજ આવા ગુન્હાઓ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા માટે અવાર-નવાર સુચનાઓ કરેલ હોય જે સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓ રાજકોટ શહેરમાં બનતા ધરફોડ ચોરી, લુંટ તેમજ વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક ગુન્હોઓ ડીટેકટ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય. જે દરમ્યાન વિજયરાજસિંહ જાડેજા તથા તુલશીભાઇ ચુડાસમા, મુકેશભાઇ સબાડ તથા સંજયભાઇ ખાખરીયા ને મળેલ ખાનગી રાહે હકીકતના આધારે કેસરી હીંદ પુલ પાસે આવેલ આજીનદી કાંઠાનો રોડ (જુની ગુજરી બજાર) કપીલા હનુમાન મંદીર પાસેથી અગાઉ ધરફોડ ચોરીમાં પકડાઇ ચુકેલ રીઢા ગુનેગારને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જયંતી ધીરૂભાઇ સરવૈયા જાતે.દે.પુ. ઉ.૨૭ રહે.દુધરેજ સાત નાળા પાસે વહાણવટી નગર જી.સુરેન્દ્રનગર. રાજકોટ એ.ડીવીઝન પો.સ્ટે. IPC કલમ-૩૮૦,૪૫૪ કબ્જે કરેલ મુદ્દામાલ કુલ રૂ.5,55,200 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260512-WA0007.jpg