રાજકોટ ભાવનગર રોડ ભંગાર બજારની બાજુમાં આવેલ શેરીમાંથી મેકસીમો વાહનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે ભાવનગર રોડ ભંગાર બજારની પાછળ મનહર સોસાયટીની બાજુમાં આવેલ શેરીમાંથી બંધ બોડીના મેકસીમો વાહનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. મેકસીમો વાહન નં.GJ-03-AZ-0804 કિ.2,00,000 ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-1128 કુલ કિ.6,22,352 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


