રાજકોટ શહેર માલવીયાનગર પો.સ્ટે.નો લુંટનો અનડીટેકટ ગૂન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેરમાં થતી ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ, અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય, P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા એસ.વી.ચુડાસમાં તથા તેમની ટીમના જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર, તથા મહાવીરસિંહ જાડેજા તથા ગોપાલભાઈ પાટીલ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસ તેમજ ટેકનિકલ સોર્સીસ મદદથી ઇસમોને ચોરી/લુંટના ગુનામાં મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. (1) સાહીલ ફિરોઝભાઇ સુમરા જાતે-મુસ્લીમ ઉ.૨૭ રહે.હનુમાન મઢી એરપોર્ટ રોડ રાજકોટ (2) આર્યન રાજેશભાઇ કાલે મરાઠા ઉ.૧૮ રહે.હનુમાન મઢી એરપોર્ટ રોડ રાજકોટ. મોટરસાયકલ જેના રજી.નં.GJ-03-ED-6214 કિ.40,000 કુલ રૂ.૫૮,૧૫૦ નો માલવીયાનગર પો.સ્ટે BNS ૨૦૨૩ ની કલમ-૩૦૯(૨), ૩,(૫) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

