માણાવદર – બાંટવા શહેર અને તાલુકાની જનતાની વર્ષો જૂની માંગણી એસ.ટી વિભાગ દ્વારા સંતોષતા બાંટવા એસ.ટી ડેપો બાંટવા દ્વારા માણાવદર રાજકોટ પંચાયતનગર સુધી એક્સપ્રેસ બસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે બસ બાંટવા થી 13.15 કલાકે માણાવદરથી 13.30 કલાકે ઉપડશે. જે વાયા ગાળવાવ ફાટક, સણોસરા, સરદારગઢ ધોરાજી, જેતપુર, વીરપુર રાજકોટ બસપોર્ટ થઈને પંચાયત નગર સુધી જશે. અને તે જ રૂટ પર 17.30 કલાકે પરત ઉપડીને માણાવદર – બાંટવા પરત આવશે.
આ ઉપરાંત માણાવદર જામનગર રૂટ પર 6.45 કલાકે નવી એક્સપ્રેસ બસની સુવિધા પણ શરૂ કરવામાં આવેલ છે. આ તકે ડેપો મેનેજર આશિષકુમાર રાજકોટીયા, જિલ્લા પંચાયત સદસ્ય જીજ્ઞેશભાઈ છૈયા, માણાવદર પાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, નીરજભાઈ જોશી, તા.પં. સદસ્ય રાજેશભાઈ સોલંકી, પાલિકાના સદસ્યો સરપંચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
પંથકના લોકોની વર્ષો જૂની માંગ સંતોષાઈ માણાવદર અને બાંટવા શહેર તેમજ તાલુકાના લોકોની વર્ષો જૂની માંગણી હતી. કે બાંટવાથી રાજકોટ સુધી એસટી બસની સુવિધાથી લોકો અને પંથકના વિદ્યાર્થીઓને બસ આપવામાં આવે જેથી રાહત મળી શકે. જેને લઈ એસટી વિભાગ દ્વારા આ બસ શરૂ થતા રાહત પ્રસરી છે.

