છોટા ઉદેપુરથી ગોંડલ જતી એસટી બસનો ડ્રાઈવર ગઈકાલે મોડી સાંજે નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. મુસાફરોએ ડ્રાઈવરની આ બેદરકારી જોઈને હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ પાવી જેતપુર ખાતે બસ રોકી દીધી હતી અને ડ્રાઈવરને નીચે ઉતારીને પૂછપરછ કરી હતી. આ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું હતું કે, “મેં દારૂ નથી પીધો, બપોરે બિયર પીધું હતું.”

મુસાફરોએ પોતાની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાનું અનુભવતા આ પગલું ભર્યું હતું. તેમણે તાત્કાલિક પાવી જેતપુર પોલીસને જાણ કરી હતી અને ડ્રાઈવરને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો પાવી જેતપુર પોલીસે નશાની હાલતમાં બસ ચલાવવા બદલ ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

