ઉત્તર પ્રદેશના અલીગઢમાં ટેકનિકલ ખામી સર્જાતા તાલીમી વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
ઉતર પ્રદેશના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના ચંદૌડા ગામ નજીક એક તાલીમી વિમાને ઉડાન ભર્યાના થોડા સમય પછી ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રજિસ્ટ્રેશન નંબર ફ્-ઁહ્લમ્ ધરાવતું અને ખાનગી ઉડ્ડયન કંપની દ્વારા સંચાલિત આ વિમાને સવારે ૯ વાગ્યે ધનીપુર એરપોર્ટથી તાલીમ ઉડાન ભરી હતી.
ઉડાન ભર્યાના થોડા સમય પછી, પાયલટે પાયોનિયર ફ્લાઇંગ ક્લબના વિમાનમાં ટેકનિકલ સમસ્યા શોધી કાઢી અને હરદુઆગંજ વિસ્તારના ચાંગેરી ગામ નજીક સુરક્ષિત રીતે કટોકટી ઉતરાણ કર્યું.
અચાનક ઉતરાણથી ગભરાટ ફેલાયો અને નજીકના ગામડાઓમાંથી મોટી ભીડ ઘટનાસ્થળે પહોંચી ગઈ. જાેકે, આ ઘટનામાં કોઈ ઈજા કે નુકસાન થયું નથી.
કલેક્ટર ઓફિસ અલીગઢ, અતુલ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે ઘટના સમયે વિમાનમાં એક તાલીમી પાયલોટ અને એક પ્રશિક્ષક હતા. “વિમાનમાં એક તાલીમાર્થી પાઇલટ અને એક પ્રશિક્ષક હતા. તેઓએ સવારે ૯ વાગ્યે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાન સાથે બંને સુરક્ષિત છે,” તેમણે કહ્યું.
તેમજ અધિકારીએ ઉમેર્યું કે આગળની કાર્યવાહી કરતા પહેલા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ની પરવાનગી લેવી પડશે અને ઘટનાની તપાસ માટે દિલ્હીથી એક ટીમ આવવાની અપેક્ષા છે.

