Gujarat

પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભંડાર ગણતરીનું લાઈવ પ્રસારણ શરુ કરવામાં આવ્યું

ગુજરાતના બનાસકાંઠામાં આવેલા પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં દરરોજ ખુબ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન અર્થે આવે છે અને ભેટ પણ અર્પણ કર્તા હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે હવે ભંડાર ગણતરીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બનાવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ ર્નિણયના ભાગરુપ આજથી ભંડાર ગણતરીનું લાઈવ પ્રસારણ શરુ કરવામાં આવ્યું છે. હવે અંબાજી મંદિર પરિસરમાં આવેલી વિશાળ ન્ઈડ્ઢ સ્ક્રીન પર આવતા-જતા ભક્તો આ ગણતરીની કામગીરી લાઈવ નિહાળી શકશે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ભંડાર ગણતરી દરમિયાન એક કર્મચારી દ્વારા દાનની રકમની ચોરી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ કિસ્સાએ સમગ્ર તંત્રને હચમચાવી દીધું હતું અને ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક અસરથી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો ર્નિણય લેવાયો હતો.

ભંડાર ગણતરીની કામગીરીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભંડાર કક્ષમાં અત્યાધુનિક બનાવવા માટે ૨૦ ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે દરેક ખૂણા અને દરેક ટેબલની ગતિવિધિને કેદ કરે છે. આ તમામ કેમેરાનું રેકોર્ડિંગ સીધું મોનિટરિંગ રૂમમાં થાય છે, જેથી કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પર તુરંત નજર રાખી શકાય.

આ ઉપરાંત માત્ર કેમેરા જ નહીં, પરંતુ માનવ સુરક્ષા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ભંડાર કક્ષમાં જતા કે ત્યાંથી બહાર નીકળતા દરેક કર્મચારીનું જીઇઁ ના જવાનો દ્વારા ઈન-આઉટ ચેકિંગ કરવામાં આવે છે. આ કડક સુરક્ષા વ્યવસ્થાના કારણે હવે ભંડારની કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત થઈ છે.