Gujarat

સામાજિક-ધાર્મિક સંગઠનોએ રામસેંગ સોલંકીને સાલ ઓઢાડી અને ‘શ્રી કેશરભવાની માઁ’ ની છબી ભેટ આપી

વાવ તાલુકા પંચાયતના પ્રમુખ રામસેંગભાઈ સોલંકીનું વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. તેમના નવીન પદભાર અને લોકાભિમુખ અભિગમને બિરદાવવા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં વિવિધ સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનોના પ્રતિનિધિઓએ પ્રમુખ રામસેંગભાઈને સાલ ઓઢાડી અને ‘શ્રી કેશરભવાની માઁ’ ની છબી ભેટ આપી સન્માનિત કર્યા હતા.

ઉપસ્થિત તમામ પદાધિકારીઓએ પ્રમુખના જનહિતના કાર્યોને બિરદાવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.

આ સન્માન સમારોહમાં ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ (વાવ-થરાદ) કાનજીભાઈ કાળાભાઈ પટેલ, વાવ તાલુકા પ્રમુખ હીરાજી વરજાંગજી ગોહિલ, કોષાધ્યક્ષ નરેશકુમાર રાણાજી વેંઝિયા, વાવ ગ્રામપંચાયતના સભ્ય જીગરસિંહ ભલાજી સોલંકી, વાવ તાલુકા ભાજપ પક્ષના પ્રમુખ ભરતસિંહ નાગજીભાઈ સોઢા, વિશ્વ હિન્દુ પરિષદ (વાવ તાલુકા)ના પ્રમુખ હસમુખલાલ હરગોવનદાસ સોની, સનાતન ધર્મ યુવક મંડળના કાર્યકર્તા રાણાજી પ્રાગાજી સોલંકી, સોની સમાજના અગ્રણી ગૌરીશંકર મોતીલાલ સોની, અને જૈન સમાજના અગ્રણી વિક્રમભાઈ ઠાકરશી સહિત પ્રતિષ્ઠિત સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.