Gujarat

ગીર-સોમનાથ જિલ્લાના 5 ડેમોમાં 31 જુલાઈ સુધીનો પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ

ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તમામ ડેમોમા આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને જિલ્લાની 3 ગેટેડ યોજનામાં મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જે.કે. કાળાવદરા એ જણાવ્યું હતું કે હિરણ 1 ( કમલેશ્વર ) ડેમમાં 36.90 ટકા, હિરણ 2 ડેમમાં 27.25 ટકા, શિંગોડા ડેમમાં 39.88 ટકા, રાવલ ડેમમાં 69.25 ટકા અને મછુન્દ્રી ડેમમાં 34.61 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.જે આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો જથ્થો છે.

આ સિવાય જે હિરણ – 2 , શિંગોડા અને રાવલ ડેમ ગેટેડ યોજના હોવાથી આગામી ચોમાસા ઋતુને ધ્યાનમાં રાખીને આ યોજનાઓમાં ગેટ ઓપરેશન મત ઓઇલિંગ કામગીરી કરવામાં આવી છે ને ડીઝલનો પણ પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. જ્યારે હિરણ – 1 ( કમલેશ્વર ) અને મછુન્દ્રી યોજનાઓ છે તે દરવાજા વગરની યોજના હોવાથી સંદેશાની આપલે માટે અહીં વાયરલેસ સેટ અપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.પૂરના પાણીને પાસ કરવા માટે ડેમના દરવાજા આ ચાર રીતે થાય છેપીજીવીસીએલની હાઈટેન્શન લાઇટ દ્વારા, અમુક કિસ્સામાં દરવાજા ઉપર લાગેલ એન્જિન દ્વારા ,લાઇટ ન હોય ત્યારે જનરેટર દ્વારા,તમામ વસ્તુઓ ન કામ કરે તો હેન્ડલ દ્વારા કરાઈ છે.