Gujarat

પ્રેમીના ત્રાસથી બે સંતાનની માતાનો આપઘાત

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રેમી સાથે રહેતી પરિણીતાને તેના પ્રેમી દ્વારા અવારનવાર કરાતી મારકૂટ અને માનસિકનો કરૂણ અંત આવ્યો છે. પ્રેમીએ ‘હું તને હવે મારી સાથે રાખવાનો નથી’ તેમ કહીને કડવા વેણ બોલી મરી જવા ઉશ્કેરણી કરતાં પરિણીતાએ પિયરમાં જઈને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું છે. સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજતાં, આ મામલે મૃતકની 49 વર્ષીય માતાએ ઘોઘારોડ પોલીસ મથકમાં પ્રેમી વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે.

17 અને 14 વર્ષના સંતાનોને મૂકી પ્રેમી સાથે રહેવા ગઈ હતી બનાવની વિગત એવી છે કે, ભાવનગરના સુભાષનગર વિસ્તારની વર્ષા સોસાયટી રોડ પર આવેલી સ્વાસ્થ સોસાયટી (પ્લોટ નંબર 4)માં રહેતા લાભુબેન ચંદુભાઈ ચૌહાણ (ઉં.વ. 49) એ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમની મોટી દીકરી હિનાબેનના લગ્ન 2009માં શહેરના ખેડૂતવાસમાં રહેતા સંજયભાઈ ગુજરીયા સાથે થયા હતા. આ લગ્નજીવનથી તેમને 17 વર્ષની દીકરી અને 14 વર્ષનો દીકરો પણ છે.

જોકે, આશરે 4 વર્ષ પહેલાં પતિ સાથે મનમેળ ન રહેતાં અને હિનાને વિશાલ ભનુભાઈ કંટારીયા (રહે. રામવાડી, ખેડૂતવાસ) સાથે પ્રેમ સંબંધ બંધાતાં, તે પોતાના બે સંતાન અને પતિને છોડીને સુભાષનગરમાં મામાના ઓટલા પાસે પ્રેમી વિશાલ સાથે રહેવા જતી રહી હતી. માતા લાભુબેને અવારનવાર હિનાને સમજાવીને તેના સાસરે મોકલી હતી, પરંતુ તે દર વખતે ઝઘડો કરીને વિશાલ પાસે જ પરત દોડી જતી હતી.