વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ નજીક મહી નદીના પટ વિસ્તારમાં ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે કાર્યવાહી કરી છે. આ દરોડામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને રોકવા માટે હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન બ્રેકર મશીન, હિટાચી અને ટ્રક સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત કરોડો રૂપિયામાં હોવાની શક્યતા છે. જોકે, આ અંગે ખાણ-ખનીજ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.

હાલ સ્થળ પર અધિકારીઓ દ્વારા તપાસ અને આગળની કાર્યવાહી ચાલુ છે. દરોડો પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલા મુદ્દામાલ, તેમાં સંડોવાયેલા લોકો અને સમગ્ર કાર્યવાહી અંગેની વધુ વિગતો જાહેર થવાની સંભાવના છે.

