લામડાપુરા ગામે ચાર દિવસ પૂર્વે થયેલી દાદાગીરી અને હિંસાના કેસમાં મંજુસર પોલીસે સરપંચ પુત્ર ઉપેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો પરમાર સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પર ભાડૂતી ગુંડાઓને બોલાવી તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે ગામમાં આતંક મચાવવાનો આરોપ છે. તેમણે ગામમાં ધાકધમકી ફેલાવી વાહનોમાં તોડફોડ પણ કરી હતી, જેના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પોલીસે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને ગામમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓ ગ્રામજનો સમક્ષ હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા હતા. સરપંચ પુત્રની દાદાગીરીથી ભયભીત થયેલા ગ્રામજનોમાં હવે રાહતનો અનુભવ થઈ રહ્યો છે. મંજુસર પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

