આણંદ જિલ્લાના થામણા ગામે સિનિયર સિટીઝન ફોરમ અને શ્રી કૃષ્ણા હોસ્પિટલ, કરમસદના સંયુક્ત ઉપક્રમે આગામી 28 જૂન, 2026ના રોજ મલ્ટી-સ્પેશિયાલિટી સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ થામણાના વડીલોના વિશામો ખાતે સવારે 8:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાશે.
આ કેમ્પમાં હાડકાં અને સાંધાના રોગ, આંખના રોગ, મેડિસિન, સર્જરી, ચામડીના રોગ, બાળરોગ, સ્ત્રીરોગ, કાન-નાક-ગળા, દાંતના રોગ અને મનોચિકિત્સા સહિતના વિવિધ વિભાગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

શ્રી કૃષ્ણા હોસ્પિટલ છેલ્લા 54 વર્ષથી આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે અને તે NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ તરીકે જાણીતી છે. આ કેમ્પ દ્વારા ગ્રામજનોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાવી નિષ્ણાતોની સલાહ મેળવવાની તક મળશે. આયોજકોએ વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે તેવી અપીલ કરી છે. વધુ માહિતી માટે શ્રી કૃષ્ણા હોસ્પિટલ, કરમસદનો સંપર્ક કરી શકાય છે.

