National

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં બસ રસ્તા પરથી લપસી પડતાં સી.આઈ.એસ.એફ દળના ૯ જેટલા જવાનો ઘાયલ

રવિવારે રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી મંદિર પાસે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ ના લગભગ ૮ કર્મચારીઓ અને એક નાગરિક ડ્રાઇવરને ઇજા થઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરના કટરામાં સી.આઈ.એસ.એફની બસ અકસ્માતમાં આઠ સૈનિકો અને એક ડ્રાઇવર સહિત નવ લોકો ઘાયલ થયા છે. રિયાસી જિલ્લાના તારાકોટ નજીક બસે કાબૂ ગુમાતા તે ખીણમાં ખાબકી હતી. ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ જી.એમ.સી જમ્મુ રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ સૈનિકોને નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ સૈનિકોની હાલત ગંભીર હોવાથી તેમને વિશેષ સારવાર માટે જમ્મુ રિફર કરવામાં આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બપોરે આ અકસ્માત ત્યારે થયો જ્યારે સી.આઈ.એસ.એફની બસ, નોંધણી નંબર ત્નદ્ભ૦૮ડ્ઢ-૫૯૯૨, સુરક્ષા કર્મચારીઓને તેના ગંતવ્ય સ્થાન પર લઈ જઈ રહી હતી. તારાકોટ નજીક ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે બસ રસ્તા પરથી લપસી ગઈ. અકસ્માતને કારણે ઘટનાસ્થળે અફડાતફડી મચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. બચાવ કાર્યકરોએ બસમાં ફસાયેલા ઘાયલોને બચાવ્યા અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ, તમામ ઘાયલોની તબીબી તપાસ કરવામાં આવી હતી.

આ ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, બસ ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બસ રસ્તા પરથી લપસી હતી. જાે કે, પોલીસ અને સંબંધિત એજન્સીઓ અકસ્માતના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે. ટેકનિકલ ખામીઓ, રસ્તાની સ્થિતિ અને અન્ય સંભવિત કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ, વહીવટીતંત્રે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને અકસ્માત સંબંધિત તમામ હકીકતો એકત્રિત કરવાનું શરૂ કર્યું. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા પછી જ અકસ્માતનું કારણ નક્કી કરવામાં આવશે. આ અકસ્માતમાં એકમાત્ર બચાવ એ હતો કે રાહત અને બચાવ ટીમોના સમયસર આગમનથી તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલમાં, બધા ઘાયલોની સારવાર ચાલી રહી છે, અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.