અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. બેંગકોકથી આવેલા એક શંકાસ્પદ મુસાફરની તપાસ દરમિયાન તેની ટ્રોલી બેગમાંથી અંદાજે ૧૧ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ૧૧ કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.
સ્નિફર ડોગની મદદથી કરવામાં આવેલી તપાસમાં ટ્રોલી બેગમાં સિલ્વર રંગની પાંચ પોલિથીન બેગમાં ખૂબ જ ચાલાકીથી ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો સપ્લાય કોને થવાનો હતો તે દિશામાં તપાસ એજન્સીઓએ વધુ તપાસ તેજ કરી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટનામાં કસ્ટમ્સ વિભાગના ટ્રેઇન્ડ સ્નિફર ડોગની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી હતી. રૂટિન ચેકિંગ દરમિયાન જ્યારે કન્વેયર બેલ્ટ પરથી મુસાફરોનો સામાન પસાર થઈ રહ્યો હતો, ત્યારે સ્નિફર ડોગે એક ચોક્કસ ટ્રોલી બેગ પાસે શંકાસ્પદ હલચલ કરી હતી. આ ઈશારો મળતાં જ કસ્ટમ્સ અધિકારીઓએ તુરંત તે બેગના માલિકને અટકાવીને બેગનું એક્સ-રે અને મેન્યુઅલ ચેકિંગ હાથ ધર્યું હતું. બેગ ખોલતાં તેમાંથી કપડાંની વચ્ચે ચાલાકીથી સંતાડવામાં આવેલા ૫ સિલ્વર કલરના વેક્યૂમ-સીલ્ડ પેકેટો મળી આવ્યા હતા, જેમાંથી આ તીવ્ર ગંધવાળો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે, બંધ ઓરડામાં વાતાવરણમાં ઉગાડવામાં આવતો આ હાઈડ્રોપોનિક ગાંજાે સામાન્ય ગાંજા કરતાં બજારમાં દસ ગણી વધુ કિંમતે વેચાય છે. કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ, દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ડ્રગ્સ જપ્ત કરી આરોપી મુસાફરની ધરપકડ કરી લીધી છે. હાલમાં એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આરોપીના મોબાઈલની કોલ ડિટેઈલ્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે કે આ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો અમદાવાદ કે ગુજરાતમાં કયા લોકલ પેડલર્સને ડિલિવર કરવાનો હતો.

