Gujarat

એક્સપ્રેસવે પર દોડતી GSRTC વોલ્વો બસોના ભાડામાં થયો ઘટાડો

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ની બસોના અમુક રૂટના ભાડામાં થયો ઘટાડો,અમદાવાદ-ધોલેરા અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર નવી એરકંડીશન્ડ એસી બસ સેવા શરૂ કરી છે. જેમાં મુસાફરીનો સમય અને ભાડું ઘટાડાયું છે અને સમગ્ર રાજ્યના મુસાફરી માટે કનેક્ટીવિટી વધુ શ્રેષ્ઠ અને આરામદાયક બની છે. નવી સેવાઓ હેઠળ, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે દ્વારા હવે અમદાવાદ અને ભાવનગર વચ્ચે પ્રીમિયમ એસી બસો દોડાવવામાં આવી રહી છે. હાલમાં આ રૂટ પર દૈનિક ૨૪ ટ્રીપ છે, અને ભાડું ઘટાડીને ?૩૩૬ કરવામાં આવ્યું છે.

ગુજરાતના એક્સપ્રેસવે નેટવર્ક પર સેવાઓના વિસ્તરણ સાથે, રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય શહેરી મુસાફરીને ઝડપી, સલામત અને સસ્તી બનાવવાનો છે, સાથે સાથે જાહેર પરિવહનના વધુ ઉપયોગને પણ પ્રોત્સાહન આપવાનો છે.

તેવી જ રીતે, અમદાવાદ અને સુરત વચ્ચે નોન-સ્ટોપ વોલ્વો સેવાઓ હવે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે દ્વારા કાર્યરત છે. ભાડું ઘટાડીને ૬૮૭ કરવામાં આવ્યું છે, જેનાથી મુસાફરો ?૬૧ સુધીની બચત કરી શકશે અને ઝડપી મુસાફરીનો આનંદ માણી શકશે. મુસાફરોએ એસટી નિગમના આ ર્નિણયનું સ્વાગત કર્યું છે, અને કહ્યું છે કે ઓછા ભાડા અને સુધારેલી કનેક્ટિવિટીએ જાહેર પરિવહનને વધુ આકર્ષક અને સસ્તું બનાવ્યું છે.

ય્જીઇ્ઝ્ર ની એસી બસોમાં મુસાફરોને આરામ અને સુરક્ષા માટે વધુ જગ્યા ધરાવતી સીટો, પગ રાખવા માટે જગ્યા, ઝ્રઝ્ર્ફ કેમેરા, ફાયર એલાર્મ અને મુસાફરોના આરામ અને સલામતી માટે અદ્યતન મોનિટરિંગ સિસ્ટમ જેવી સુવિધાઓથી સજ્જ છે. પ્રવાસીએ વધુમાં કહ્યું, “બસો આરામદાયક અને સસ્તી છે, અને સમયસર દોડે છે. સેવામાં નોંધપાત્ર સુધારો થયો છે.”

જ્યારે GSRTC અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી સેવાને સારો પ્રતિસાદ મળ્યો છે, જેના કારણે કોર્પોરેશન વધતી જતી મુસાફરોની માંગને પહોંચી વળવા માટે તેની સેવા ઓફરનો વિસ્તાર કરવા માટે પ્રેરિત થયું છે. GSRTCના જનસંપર્ક અધિકારી શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે, વોલ્વો કનેક્ટિવિટીમાં સુધારો અને ઓછા ભાડાથી મુસાફરોને ફાયદો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે ય્જીઇ્ઝ્રની બધી સેવાઓ માટે ટિકિટ GSRTC વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુક કરી શકાય છે.