Gujarat

રાજકોટમાં એલ્યુમીનીયમ પ્લેટોની ચોરી કરતી ગેંગને મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટમાં એલ્યુમીનીયમ પ્લેટોની ચોરી કરતી ગેંગને મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેરમાં ચોરી, ઘરફોડ ચોરી, ચીલ ઝડપ, લુંટ, અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે સુચના અન્વયે એમ.આર.ગોંડલીયા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા તેમની ટીમના જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા, અર્જુનભાઇ ડવ, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસ તેમજ ટેકનિકલ સોર્સીસ મદદથી ચોરી કરનાર ઇસમોને શોધી કાઢી ગુન્હાઓમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાયૅવાહી કરવામાં કરેલ છે. (૧) રોહિત ઉર્ફે બાવલો મનજીભાઈ વાઘેલા દેવીપૂજક ઉ.૨૧ રહે.મોટામવા ઝુપડામાં કણકોટ રોડ, રાજકોટ મુળગામ-સીતાગઢ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર (૨) કલ્પેશ અર્જુનભાઇ માથાસુરીયા દેવીપુજક ઉ.૨૧ રહે.ભીમનગર સર્કલની બાજુમાં રાજકોટ (૩) મનોજ કાંતિભાઇ સોલંકી જાતે.દે.પુ. ઉ.૩૦ રહે.ભંડારીયા તા.જસદણ જી.રાજકોટ (૪) રાજેશભાઇ ઉર્ફે રાજુ દેવશીભાઇ કુકડીયા કોળી ઉ.૩૭ રહે.ડુંગરપુર તા.જી.રાજકોટ (૫) કિશન કાથળભાઇ સોલંકી-દેવીપુજક ઉ.૨૩ રહે.સંસ્કાર એરીયા ખોખળદલ પુલ રાજકોટ. એલ્મીનીયમની અલગ-અલગ માપસાઇઝની પ્લેટો નંગ.૧૩૪ કિ.૧૪,૫૪,૦૦૦ છોટા હાથી નં.GJ-03-BW-3327 કિ.૩,૦૦,૦૦૦ કુલ કિ.૧૮,૦૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260702-WA0071.jpg