Gujarat

જોગવડ સ્મશાનમાંથી 45 હજારની લોખંડની ખાટલી ચોરાઈ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામના સ્મશાનમાંથી અંદાજે 45 હજાર રૂપિયાની કિંમતની લોખંડની ખાટલી ચોરાઈ ગઈ છે. અજાણ્યા તસ્કરો આશરે 1,000 કિલો વજનની ખાટલી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે હેમતસિંહ દેવુભા કેર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે અજાણ્યા ચોરોને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.