National

દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટે રામ મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી, SIT સ્ટેટસ રિપોર્ટ માંગ્યો

સુપ્રીમ કોર્ટે સોમવારે (૧૩ જુલાઈ) અયોધ્યામાં રામ મંદિરમાંથી દાનની કથિત ચોરીની નિષ્પક્ષ અને સમયમર્યાદામાં તપાસની માંગ કરતી અરજીઓ પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ જારી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જાેયમલ્યા બાગચી અને વી મોહનાની બનેલી બેન્ચે ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને કથિત દાન ચોરી કેસની તપાસની પ્રગતિ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

કેન્દ્ર અને રાજ્ય વતી હાજર રહેલા સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં દાખલ કરવામાં આવશે.

આગામી સુનાવણી ૨૦ જુલાઈએ

આ મામલો ૨૦ જુલાઈએ વધુ સુનાવણી માટે મુલતવી રાખવામાં આવ્યો છે, જ્યારે કોર્ટ અરજીઓ પર વિચાર કરશે અને જીૈં્ના તારણોની તપાસ કરશે.

ત્રણ અરજદારોમાંથી એક નરેન્દ્ર કુમાર ગોસ્વામીએ આ મામલાની ઝ્રમ્ૈં તપાસની માંગણી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય બાબતોનું કંટ્રોલર અને ઓડિટર જનરલ પાસેથી ઓડિટ કરાવવાની પણ માંગ કરી હતી, જે રામ મંદિરના કામકાજનું સંચાલન કરે છે. અજય કુમાર રાય અને દિનેશ કુમાર યાદવે સમાન પગલાં લેવાની માંગ કરતી બીજી અરજી દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળ ઝ્રમ્ૈં તપાસની માંગ કરવા ઉપરાંત, ઇત્નડ્ઢ સાંસદ સુધાકર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રીજી અરજીમાં મંદિર ટ્રસ્ટના સમગ્ર નાણાકીય બાબતોનું ફોરેન્સિક ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી છે.

રામ મંદિર દાન ચોરીનો કેસ

જૂનના પ્રથમ અઠવાડિયામાં રામ મંદિરમાં દાન ગણતરી દરમિયાન અનિયમિતતાઓ નોંધાયા બાદ મંદિરના દાનના કથિત દુરુપયોગનો ખુલાસો થયો હતો. મંદિર ટ્રસ્ટની ભલામણ પર કાર્યવાહી કરતા, ઉત્તર પ્રદેશ સરકારે આ બાબતની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી હતી. જીૈં્માં લખનૌના વિભાગીય કમિશનર વિજય વિશ્વાસ પંત, પોલીસ મહાનિરીક્ષક કિરણ એસ અને વિશેષ સચિવ (નાણા) નીલ રતનનો સમાવેશ થાય છે.

SIT ઉચાપતના પ્રથમ દ્રષ્ટીએ પુરાવા મળ્યા હતા, જેના કારણે હ્લૈંઇ નોંધવામાં આવી હતી. અત્યાર સુધીમાં, મંદિરની દાન ગણતરી પ્રક્રિયા સાથે સંકળાયેલા આઠ લોકોની આ કેસના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી છે.

SIT અનુસાર, ૪૫ દિવસના સમયગાળાના ઝ્રઝ્ર્ફ ફૂટેજમાં આ પ્રક્રિયાઓનું વારંવાર ઉલ્લંઘન જાેવા મળ્યું છે. તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ ગણતરી ખંડની અંદર રોકડની હિલચાલ પર નબળા દેખરેખ અને અપૂરતી તપાસનો લાભ લીધો હતો.

રિપોર્ટમાં જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ૭૦ વખત ચોરી થઈ હોવાનું કહેવાય છે. તેમાં તપાસ પહેલાં કેટલાક કર્મચારીઓ પાસેથી લગભગ ૭૮.૯૪ લાખ રૂપિયા અને ગણતરી ખંડ સાથે જાેડાયેલા બાથરૂમમાંથી ૨.૨૫ લાખ રૂપિયાની વસૂલાતનો પણ ઉલ્લેખ છે.