Gujarat

સાવરકુંડલા શહેરમાં પણ હવે કોવિડ ગાઇડલાઇનનો ચુસ્ત અમલ થાય તે ખૂબ જરૂરી છે

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
એક તરફ ગુજરાતમાં પણ સંક્રમણનો આંક વધતો જાય છે. સરકારે મહાનગરોમાં રાત્રિ કરફ્યુની સમયાવધિમાં પણ વધારો કર્યો. પરંતુ નાનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં તો લોકો બિલકુલ બેખૌફ થઈને કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનાં ધજાગરા ઉડાડતાં જોવા મળે છે. સાવરકુંડલા શહેરમાં પણ હજુ લોકો પણ કોવિડ ગાઇડલાઇન વિશે એટલાં ગંભીર નથી અને તંત્ર પણ જાણે મૂકપ્રેક્ષક તરીકે સંપૂર્ણ તમાશો જોઈ રહ્યું હોય તેવો ઘાટ ઘડાતો જણાય છે. હા, આ સાવરકુંડલા શહેરનું શનિવારી દરમિયાનનું દ્રશ્યો છે. અહીં કોવિડ ગાઇડલાઇન એ નરી કલ્પના જ લાગે છે. અવારનવાર વર્તમાનપત્રો દ્વારા પણ આ વિશે લખવામાં આવતું હોવા છતાં હજુ પણ તંત્ર ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં હવે તંત્ર દ્વારા પણ સખ્તાઈથી કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું પાલન કરાવવામાં આવે એ જરૂરી છે. લોકો પણ લાગે છે કે તંત્ર સખ્ત થાય તો જ પાલન કરશે એવી માનસિકતા પણ જોવા મળે છે. કહેવત છે ને કે સમય વર્તે સાવધાન.. પછી રોવા માટે પણ દાડિયા કરવા પડશે.!!

IMG-20211226-WA0153.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *